Pradhan Mantri Awas Yojana Surat-2023

Pradhan Mantri Awas Yojana Surat-2023 હેઠળ સુરત મહાનગર પાલિકાના અફોર્ડબલ હાઉસિંગ સેલ દ્વારા ભીમરાડ, ડિંડોલી, ભરથાણા વેસુ અને જહાંગીરપુરા વિસ્તારના કુલ 4 પ્રોજ્ક્ટ માં 2339 ફ્લેટ માટે આવાસ યોજના જાહેર કરેલ છે.

Pradhan Mantri Awas Yojana Surat – 2023 ના ફોર્મ સુરતની કોટક મહિન્દ્રા બેંક માંથી 100/- રૂપિયાની નિયત કરેલ ફી ભરીને તારીખ 01/12/2023 થી 31/12/2023 સુધીમાં મેળવી શકાશે.

Pradhan Mantri Awas Yojana Surat-2023 આવાસની વિગત

યોજનાનું નામ સ્કીમ કોડ આવાસનું સરનામું આવાસોની સંખ્યા
PMAY-EWS-II PHASE – 3,4,544\”સુમન સ્મિત\” ટી.પી.નં. 43(ભીમરાડ), ફા .પ્લોટ નં. 109, સિદ્ધિ એલિપ્સ પાસે, ભીમરાડ ગામની પાછળ, ભીમરાડ, સુરત.928
51 \”સુમન નૂપુર\” ટી.પી.નં. 62(ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ), ફા .પ્લોટ નં. 173, રિજન્ટ પ્લાઝાની બાજુમાં, ડિંડોલી ગામ રોડ, ડિંડોલી, સુરત.63
PMAY-EWS-II PHASE – 756 \”સુમન શિલ્પ\” ટી.પી.નં. 13(વેસુ-ભરથાણા), ફા .પ્લોટ નં. 165+166, કેપિટલ ગ્રીન્સની સામે, વેસુ કેનાલ રોડ, ભરથાણા, સુરત.540
PMAY-EWS-II PHASE – 1059 \”સુમન મૈત્રી\” ટી.પી.નં. 46(જહાંગીરપુરા), ફા .પ્લોટ નં. 103, વિવેકાનંદ કોલેજની પાછળ, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પની બાજુમાં, જહાંગીરપુરા, સુરત.808
   કુલ આવાસ 2339
\"Pradhan

અરજીફોર્મ કોટક મહિન્દ્રા બેંકની નીચે દર્શાવેલ શાખાઓ પરથી તારીખ 01/12/2023 થી તારીખ 31/12/2023 સુધીમાં ( જાહેર રજાઓ સિવાય) બેન્ક ના કામકાજના સમય દરમ્યાન રૂપિયા 100/- નિયત ફી ભર્યેથી અરજી ફોર્મ મેળવી શકાશે, તેમજ અરજીફોર્મ સંપૂર્ણ ભરીને પુરાવા તેમજ ડિપોઝિટના રૂપિયા 20000/- \”SURAT MUNICIPAL CORPORATION\” ના નામનો PAYABLE AT SURAT ના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ઉપરોક્ત તારીખો દરમ્યાન નીચે દર્શાવેલ કોઈપણ શાખામાં જમા કરાવી શકાશે.

અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 31/12/2023 છે.

આવાસના ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા

  • આધાર કાર્ડ ( પતિ પત્ની બંનેના)
  • પાન કાર્ડ (પતિ પત્ની બંનેના)
  • પાસપોર્ટ સાઈઝના ફોટા (પતિ પત્ની બંનેના)
  • મોબાઈલ નંબર (પતિ પત્ની બંનેના)
  • જાતિનો દાખલો ( જનરલ ને જરૂર નથી)
  • રેશન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લાઈટબીલ
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
  • ભાડા કરાર અથવા સંમતિ પત્ર
  • વેરાબિલ અને બિલ ભર્યાની રસીદ
  • આવકનો દાખલો અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન
  • બેન્ક પાસબુક અથવા સ્ટેટમેન્ટ
  • કેન્સલ ચેક
  • ફેમેલી ફોટો 4 બાય 6 ઇંચ ની સાઇઝનો
  • 20000/- \”SURAT MUNICIPAL CORPORATION ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ
\"\"

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *