Required Documents for Ayushman Card
Required Documents for Ayushman Card
Ayushman Bharat Yojana કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Ayushman Bharat Yojana), જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.
આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.
આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે.
ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ (Required Documents for Ayushman Card)
- લાભાર્થી નું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- આવકનો દાખલો
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)