Required Documents for e Nirman Card :
આ આર્ટિકલ માં આપડે જોશું કે બાંધકામ કામદારો માટે સરકાર દ્વારા જારી કરાયેલ ઈ – નિર્માણ કાર્ડ બનાવવા માટે (Required Documents for e Nirman Card) ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે.
e-Nirman Card દ્વારા કામદારોને વિવિધ કલ્યાણ યોજનાઓ, નાણાકીય સહાય અને સામાજિક સુરક્ષા લાભો બાંધકામ શ્રમિક સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, કામદારોએ આધાર કાર્ડ, બેંક પાસબુક, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ જેવા મુખ્ય દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
કેટલાક કિસ્સાઓમાં, રોજગારના વધારાના પુરાવા જેમ કે એમ્પ્લોયર તરફથી પત્ર અથવા લેબર યુનિયન કાર્ડની પણ જરૂર પડી શકે છે. સાચા દસ્તાવેજો પ્રદાન કરવાથી ઝડપી મંજૂરી મળે છે અને e-Nirman Card મેળવવામાં વિલંબ ટળે છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ, 1996ની કલમ 18 હેઠળ કરવામાં આવી છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ ચલાવવા માટે બોર્ડને સત્તા આપવામાં આવી છે.
રાજ્યમાં શ્રમયોગીઓના હિત માટેના કાર્યો કરવા બોર્ડને અધિકૃત કરવામાં આવેલ છે. યોજનાઓ અંતર્ગતના લાભ મેળવવા માટે, મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીએ બોર્ડમાં પોતાને નોંધણી કરવાની જરૂર છે.
Required Documents for e Nirman Card (ઈ – નિર્માણ કાર્ડ નોંધણી માટે ના પુરાવા )
- આધારકાર્ડ (આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે)
- મોબાઇલ નંબર
- છેલ્લા 12 મહિના માં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર
- બેન્કની પાસબુક
- પત્ની તથા બાકળોના આધાર કાર્ડ
Eligibility of E-Nirman Card (ઈ – નિર્માણ કાર્ડની પાત્રતા )
ઈ – નિર્માણ કાર્ડ બનાવવા માટે નીચે મુજબની શરતોનું પાલન થવું જોઈએ:
- અરજદાર ગુજરાતનો વાતની હોવો જોઈએ
- અરજદાર બાંધકામને લગતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવો જોઈએ
- અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોવી જોઈએ
- અરજદારે છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછું 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કરેલું હોવું જોઈએ .
Benifits of E-Nirman Card
બાંધકામ શ્રમિક તરીકે જોડાયેલ ઈ – નિર્માણ કાર્ડ (E-Nirman Card) ધારકને નીચે મુજબની યોજનાઓનો લાભ મળે છે.
- શ્રમિક અને અન્નપૂર્ણા યોજના
- શિક્ષણ સહાય
- પ્રસુતિ સહાય યોજના
- મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
- બાંધકામ શ્રમિકો માટે મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વંતરિ આરોગ્ય રથ)
- વ્યવસાયિક રોગોમાં સહાય
- આકસ્મિક મૃત્યુ સહાય યોજના
- અંત્યેષ્ટિ સહાય યોજના
- શ્રી નાનાજી દેશમુખ સહાય યોજના
- સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ સુવિધા યોજના
- શ્રમિક પરિવહન યોજના
- હાઉસિંગ સબસિડી યોજના
- વૃદ્ધાવસ્થા દરમ્યાન પેંશન સહાય
- કોરોના કવચ યોજના
- બેટરી ઓપરેટર ટૂ વિલર યોજના
Who can Register for E-Nirman Card ? (ઈ – નિર્માણ કાર્ડમાં કોણ નોંધણી કરાવી શકે ?
E-Nirman Card માં નીચે જણાવેલ બાંધકામને લગતી કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ ઈ – નિર્માણ કાર્ડ બનાવી શકે છે
- ચણતર કામ,
- ચણતર કામ ના પાયા ખોદકામ,
- ચણતરકામ ઈટો, માટી કે સામાન ઉપાડ કામ,
- ધાબા ભરવાનું કામ,
- સિમેન્ટ રેતી કોક્રિટ મિક્સર કરનાર, સાઈટ ઉપર નું મજૂરીકામ,
- ટાઇલ્સ ઘસાઈકામ
- પ્રિફેબ્રિકેટર કાંક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા,
- માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ,
- બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ,
- પથ્થર કાપવા તથા બેસાડવા,
- ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગ,
- ચુનો લગાડવાનું કામ,
- લાકડા કામ જેમાં કલર કામ અને વર્નિશીંગકામ,
- કામ ગટર અને પ્લમ્બિંગ કામ,
- ઇલેક્ટ્રિશિયન નું કામ,
- ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા,
- રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા/બનાવવા,
- ફાયર ફાયર ફાઈટર સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
- ફીટીંગ અને કૂલિંગ સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
- લિફ્ટ ઈન્સ્ટોલેશન,
- સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન,
- ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રીકેશન અને ઇન્સ્ટોલેશન,
- રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશનનું ઈન્સ્ટોલેશન,
- વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ,
- ઇન્ટેરિયર વર્ક જેવા કે સુથારીકામ, ફોલ્સ સીલીંગ, લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ,
- ઈંટો બનાવી, નળિયા બનાવવા,
- સોલર પેનલ, સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,
- કંસ્ટ્રક્શન અને ઈરેક્શન જેવા કે સાઈનેજ બોર્ડ , ફર્નિચર, બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમ,
- સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્ષ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવી,
- જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનાવવા,
- ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો,
- રેલવે, પુલો ઓવરબ્રિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો,
ઈ – નિર્માણ કાર્ડ બનાવવા માટે હવે તમારે કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ વિસ્તારોમાં ધન્વંતરિ રથ મારફતે તમને તુરંત જ ઈ નિર્માણ કાર્ડ મળી જાય છે.